જ્યારથી કલમ 370 અને 35A અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી અમે તેનો વિરોધ કર્યો છે: અમિત શાહ
મુંબઈ (Mumbai)માં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આર્ટિકલ 370 (Article 370) ભારત અને જમ્મુ કાશ્મીરના જોડાણમાં બાધા હતી. આ સાથે જ તે દેશની એક્તામાં પણ વિધ્ન હતી. જ્યારથી કલમ 370 અને 35એ અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી જનસંઘ અને ભાજપ તેનો વિરોધ કરી રહ્યાં છે.
Trending Photos
મુંબઈ: મુંબઈ (Mumbai)માં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આર્ટિકલ 370 (Article 370) ભારત અને જમ્મુ કાશ્મીરના જોડાણમાં બાધા હતી. આ સાથે જ તે દેશની એક્તામાં પણ વિધ્ન હતી. જ્યારથી કલમ 370 અને 35એ અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી જનસંઘ અને ભાજપ તેનો વિરોધ કરી રહ્યાં છે. આર્ટિકલ 370 અને જમ્મુ કાશ્મીર પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા અમિત શાહે કહ્યું કે આર્ટિકલ 370ના કારણે જ દરેક ભારતીયે કહેવું પડતું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જ્યારે અન્ય કોઈ પણ રાજ્ય માટે આપણે આમ કહેવું પડતું નહતું.
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ આર્ટિકલ 370ને વોટબેંક પોલિટિક્સ તરીકે જોતી હતી જ્યારે તેને હટાવવી એ અમારા માટે દેશભક્તિનો મુદ્દો હતો. આ જ ફરક છે ભાજપ અને કોંગ્રેસમાં. અમિત શાહે કહ્યું કે એક દેશમાં બે વિધાન, બે નિશાન અને 2 પ્રધાન ચાલશે નહીં. તે જનસંધથી લઈને અત્યાર સુધી અમારો નારો રહ્યો છે.
જુઓ LIVE TV
અમિત શાહે કહ્યું કે પાક અધિકૃત કાશ્મીરનો મુદ્દો ક્યારેય પેદા ન થયો હોત જો જવાહરલાલ નહેરુએ જમ્મુ અને કાશ્મીરમાં જ્યારે આપણી સેના પાકિસ્તાની ઘૂસણખોરો સામે લડી રહી હતી ત્યારે 1947માં તે સમયે સિઝફાયરની જાહેરાત ન કરી હોત.
અમિત શાહે કહ્યું કે આ દરેક ભાજપ કાર્યકર્તાઓ માટે ખુશીનો સમય છે કે મહારાષ્ટ્ર ચૂંટણીના શ્રીગણેશ કલમ 370 મુદ્દે જાગરૂકતા સાથે થઈ રહ્યો છે. નોંધનીય છે કે ચૂંટણી પંચે શનિવારે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે જહારેત કરી. બંને રાજોયમાં 21મી ઓક્ટોબરે ચૂટાઈ આશે અને 24 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે